" જિંદગી એજ Love માની લેવું ક્યારેક "
ઉદાસ ભલે થવું જિંદગીમાં નીરસ નથી થવું,
નિરાશા ના વાદળો ભલે ઘેરીવડતા મને, જિંદગી એજ Love માની લેવું ક્યારેક..!
પ્રકાશ ભરેલું જીવન રહે ન રહે હંમેશા,
ખુશીઓના વાદળોથી હવે ઢંકાયેલું રેવું, જિંદગી એજ Love માની લેવું ક્યારેક..!
ભલે બદલે જિંદગી નો Period, મારે હવે બદલાવું નથી, જિંદગી એજ Love માની લેવું ક્યારેક..!
Absent ભલે હોવ સમાજ ના રીત રિવાજ માંથી, પણ Present છું હું હર હંમેશ બધાના દુઃખમાં સહભાગી થવા, જિંદગી એજ Love માની લેવું ક્યારેક..!
"સ્વયમભુ" બદલાવું પડે ક્યારેક, તાપ માં શેકાવું પડે ક્યારેક, Light ભરી Life માં પણ Bright થવું પડે ક્યારેક, જિંદગી એજ Love માની લેવું ક્યારેક..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"