કર્મોથી ડરતો નથી માનવી,
અધર્મનું આચરણ કરતો માનવી..
અહમનો પાટો બાંધતો માનવી,
હું પદની મહિમા ગાતો માનવી..
માયામાં સતત લેપાતો માનવી,
કાયાને કંચન જાણતો માનવી..
મીઠી વાણી બોલતો માનવી,
પીઠે ખંજર મારતો માનવી..
ચહેરે મુખોટો ધરતો માનવી,
બહુવિધ રૂપ ધરતો માનવી..
દર્શના
#બહુવિધ