Gujarati Quote in Motivational by અમી વ્યાસ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુડ સ્ટોરી

*પુણ્ય...*

ડોશો ડોશીને દવાખાને બતાવીને લાકડીને ટેકે રીક્ષામાંથી ઉતરી ઘેર મોડે મોડે દોઢ વાગે પહોંચ્યા. ત્યાં તો દરવાજો બંધ. તાળું મારેલુ. ડોશો ધ્રુજતા હાથે ખિસ્સામાથી મોબાઇલ કાઢે ત્યાં જ પાડોશીએ કહ્યુ;

*તમારી વહુ ચાવી આપી ગઇ છે તાળું ખોલી આપ્યું.*

દંપતી અંદર પહોંચે ત્યાંજ વહુ પહોંચી ગઇ. ઝડપ થી એક ગ્લાસમાં બાપુજી માટે માટલાનું અને એક ગ્લાસમાં હાંડાનું પાણી બા માટે લઇ આવી. લાલાની પેરેન્ટ્સ મીટીંગમાથી આવત્તા પંચર પડયું ને મોડું થયુ એવો અફસોસ કરતાં રસોડામાં જઇ ફટાફટ દાળ ગરમ મુકી. બા માટે ખમણેલી હળદર, બાપુજી માટે કટકા. બાપુજીની દાળ ગરણીથી ગાળી નાખી. થાકેલ બા ને ડાયનીગ ટેબલને બદલે સોફા પર જ જમવાનું દેવાના હેતુથી થાળી વાટકો ગ્લાસ ટીપાઇ પર ગોઠવતી હતી ત્યાં તો બાએ વહુનો હાથ પકડી લીધો.

વહુ કહે; “બા કેમ? સારુ તો છે ને? “ કહી વહુ બા નાં પગ પાસે બેસી ગઇ.

બા એ દવાની કોથળી ખોલી એમાંથી દવાખાને જાતી વખતે વહુએ છાનુંમાનું મુકી દીધેલ બિસ્કીટનું પેકેટ ખોલી બે બિસ્કીટ વહુના મોઢામાં મુકી દીધાં.

“બા તમે દવાખાને ખાધાનહીં?” વહુએ પુછયું.

બા કહે; *તને મુકીને હુ ઘરડી ડોશી ખાઇ લઉ? ઘડીક શ્વાસ લે.*

વહુ બા નાં ખોળામા માથું રાખી દીધું ને આખો થાક ઉતરી ગ્યો.

*અચાનક વહુ કહે “બા મારે એકાદશી હતી.*”

બા કહે; “તુ અમને જે રીતે સાચવે છે ને તને તો રોજ ભાગવત સપ્તાહનું પુણ્ય મળે છે.” કહેતાં કહેતાં બે બિસ્કીટ પાછા મોઢામાં મુકી દીધાં.

ત્યાં સામેની ખુરશીમાં બેઠેલ બાપુજીએ બિસ્કીટ માટે મોઢું ફાડી રાખેલ જે જોઇ સાસુ વહુ ખડખડાટ હસી પડ્યા.

આ બધાં પ્રસંગ વચ્ચે ઘરનો દરવાજો ખુલ્લો રહીં ગયો એ ખબર ન રહીં. ધ્યાન ગયુ ત્યારે દાદાની હયાતી ચેક કરવા આવેલ દોઢ લાખ પગારવાળા બેન્ક મેનેજર આ દૃશ્ય જોઇ રડી રહ્યાં હતાં. ખબર નહીં કેમ...
*જીંદગીની સફર તો તદન મફત છે*,
કિંમત તો ફક્ત ગમતા વિસામાની છે.

🍁 સારા ..આનંદદાયક
કૌટુંબિક સંબંધ અને ખુશી માટે
વિશાલ શ્રીમંતાઈ.. મહેલ જેવા આવાસ કે મરસિડીઝો નહીં
પણ
સાચી સમજણ વધારે જરૂરી છે

Gujarati Motivational by અમી વ્યાસ : 111545321
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now