#પ્રચંડ
સવાર નું પહેલું નામ છે તું
ને રાત ની છેલ્લી નજરે છે તું
રોજ ના ગીતા ના પાઠ માં છે તું
મિત્રતા ની પહેલી પહેલ માં છે તું
વાંસરી ની મધુર ધૂન માં છે તું
મોરપીંછ ની રંગીન સુંદરતા માં છે તું
ધર્મ ની રક્ષા માં પ્રથમ છે તું
પ્રેમ ની પારાકાષ્ઠા છે તું
હા, મારા જીવન ની દોર છે તું
મારા આગળ વધવાનો માર્ગ છે તું
પ્રચંડ મારી ભક્તિ માં છે તું કાન્હા
મારી નાવડી ને પાર કરાવનાર છે તું
-પર્લ મહેતા