ચુંબક ની જેમ જીવન માં સુખ-દુ:ખ સંકળાયેલા રહેવાના,
હવાની સાથે આવતા-જતા પણ રહેવાના,
ઋતુઓની જેમ બદલાતા પણ રહેવાના,
સ્વીકારશુ તો જશે નહી તો પરેશાન કરતા રહેવાના.
ચુંબક ની જેમ જીવન માં પ્રેમ-નફરત પણ રહેવાના,
પ્રેમ આપશું તો નફા સાથે મળતો રહેવાનો,
નફરત કરશું તો વ્યાજ સાથે ચુકવતું રહેવાના,
પ્રમાણ નહી રાખીએ તો હિસાબ ચોખ્ખા કરતા રહેવાના.
ચુંબક ની જેમ જીવન માં દિવસ-રાત પણ રહેવાના,
દિવસ ના અજવાળા ને ફેલાવશુ તો પ્રકાશ મળતો રહેવાનો,
રાત્રી નાં જો કામ ખોટા કરીશું તો અંધકાર ફેલાતા રહેવાના,
કાળા-ધોળા ને નહી મીટાવીએ તો કુવામાં ધકેલાતા રહેવાના.
#ચુંબક