શબ્દે શબ્દે સ્નેહ ફૂટે છે.
તોય જાણે કે કૈંક ખૂટે છે.
અનેક ગોપીને એક કનૈયો,
તોય નવનીત બધાનાં લૂંટે છે.
કરે છે ફરિયાદ યશોદાને,
લે દુઃખે પેટને માથું કૂટે છે.
ગમતી છે લૂંટ કનૈયાનીને,
છતાં રાવ કરે એકઝૂટે છે.
એકની એક રફતાર એની,
રોજ નવો એકડો ઘૂંટે છે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.