Gujarati Quote in Good Night by Tr Mrs Snehal Rajan Jani

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવરાશ - એક એવો શબ્દ છે કે જેની રાહ દરેક સ્ત્રી જોતી જ હોય છે. રવિવાર આવે ને આખા ઘરનાં સભ્યો બોલતાં હોય છે, "હાશ, આજે રજા. આજે થોડી નવરાશ મળશે." બધા લોકો રવિવારની મજા માણતા હોય અને એક ગૃહિણી માટે રવિવાર એટલે સૌથી વધુ વ્યસ્ત દિવસ. ઘરનાં બધાની ફરમાઈશ પૂરી કરવામાં અને આખા અઠવાડિયામાં જે કામ ન કરી શકાય, બધાનાં સમય સાચવવામાં, એ પણ પૂરા કરવાનાં. આવામાં નવરાશ મળશે એવું તો વિચારી જ ન શકાય. આ તો થઈ એક સામાન્ય વાત, જે લગભગ દરેક ઘરમાં બનતી જ હશે.
પણ ક્યારેક બધા ટોળે વળીને ગપ્પા મારતાં જોઉં છું ને તો એ વિચાર આવે છે કે આ બધાને આટલી બધી નવરાશ મળતી ક્યાંથી હશે? કેટલાંક લોકોને તો દરરોજ જ જોઉં છું, હંમેશા બેસીને ગપ્પા જ મારતાં હોય છે. કોઈ જ્યારે એમ કહે ને કે તારી પાસે આટલા બધા કામ કરવા માટે સમય ક્યાંથી આવે છે? ત્યારે હું એક જ જવાબ આપું છું કે હું નવરાશનો સમય ગપ્પા મારવાને બદલે મારા વધારાનાં કામ પૂરા કરવામાં વાપરું છું.
જે લોકો અસફળ છે તેઓને જેટલો સમય મળ્યો હતો તેટલો જ સમય જેઓ સફળ થયા છે તેમને પણ મળ્યો હતો, ફેર માત્ર નવરાશનાં સમયનો ઉપયોગ કેવી રીતે કર્યો તેનો છે. નવરાશનાં સમયનો ઉપયોગ જો પોતાનાં સપનાં પૂરા કરવામાં કરીએ તો ઘણી પ્રગતિ થઈ શકે છે.
નવરાશને યોગ્ય દિશામાં લઈ જવા માટે એક ધ્યેય હોવું જરૂરી છે. જો કોઈક ધ્યેય નક્કી કર્યું હોય તો નવરાશનાં સમયમાં કોઈ ઈતર પ્રવૃત્તિ કરવાને બદલે આપણને ખબર જ હોય છે કે મારે શું કરવાનું છે.
નવરાશ એટલે રોજિંદા કામથી રાહત, નહીં કે ગપ્પા મારી ખાવા. જેઓ જીવનમાં પ્રગતિ નથી કરી શક્યા એમને માટે પરિસ્થિતી કરતાં પણ વધારે જવાબદાર એમનો નવરાશનો સમય વાપરવાની રીત છે.
#નવરાશ

Gujarati Good Night by Tr Mrs Snehal Rajan Jani : 111543593
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now