હું તો નવરો બેઠો છું સદાય તારા માટે તને ક્યાં નવરાશ છે, મારા માટે..!
હું તો સદાય તારા માટે જીવું છું, તું થોડું તો જીવીલે, મારા માટે..!
હું તો સદાય તને ચાહું છું, તું થોડું તો મને ચાહિલે, મારા માટે..!
હું તો સદાય બંધાયેલો છું તારા માટે, તું થોડી તો બંધાઈ જા, મારા માટે..!
હું તો રોજ તારી રાહ જોવું છું; તારા માટે, તું ક્યારેક તો મારી રાહ જો, મારા માટે...!
હું બની ગયો છું "સ્વયમભુ" તારા પ્રેમ નો જોગી, તું બની તો જો સ્વયમ જોગણ, મારા માટે...!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"