એક રોજ મે તેમને શાંત ઝરૂખે જોયા છે,
નવરાશ નથી કહેતા, તેમને હળવાશમાં જોયા છે.
ચાની સુસ્કી લેતા ને ટેબલે પગ ચઢાવી બેસેલા,
સભ્યતાના પાઠ શીખવનારાને અસભ્ય જોયા છે.
બાહ્ય સુરખી ભરેલી હતી લાલાશ ચેહરાની,
મે તેમને વગર મેકઅપે, સામાન્ય માણસ જોયા છે.
નજર એમની મારી નજરથી શું મળી ,
શરમાઈને ઝરૂખેથી પરત થતાં, મે તેમને જોયા છે.
રૂપ ભરેલી અભિનેત્રી હતી તે સોનેરી પડદાની,
પ્રથમ વખત હૂબહૂ, મે તેમને નવરાશમાં જોયા છે.
#નવરાશ