Gujarati Quote in Microfiction by Jaimini prajapati

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#નવરાશ
વ્યસ્તતા ભરી આ જીદંગી માં,
એવી નવરાશ કયાં?
કે વાદળ ને હું મન ભરી નિહાળું !

ઘોંઘાટ ભરી આ જીદંગી માં,
એવી નવરાશ કયાં?

કે પંખી નાં કલરવ ને હું મન ભરી સાંભળું !

ધરખમ ધુમાડા ભરી આ જીદંગી માં,
એવી નવરાશ કયાં?
કે વરસાદ ખુશ્બો ને હું મન ભરી ને પામું !

રસ્તા થી ગૂંચવાયેલ આ જીંદગી માં,
એવી નવરાશ કયાં?
કે વિસામો ઝાડ નાં ઓથે હું મન ભરી ને નાંખુ !

કૃત્રિમ રંગો ભરેલી આ જીંદગી માં,
એવી નવરાશ કયાં?
કે સંધ્યા નાં રંગો ને હું મન ભરી ને સજાવું !

સૌંદર્ય થી અંજાયેલ આ જીંદગી માં,
એવી નવરાશ કયાં?
કે સુંદર લીલછમ ધરા ને મન ભરી ને સહેલાવું !

Gujarati Microfiction by Jaimini prajapati : 111543301
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now