શબ્દો અને અર્થોની બની દીવાલો,
અનુભવ ને સમજદારીના બારી દરવાજા,
જાત નીચોવી પાણી સિંચ્યુ....હવે....
થાકી જવાયું છે નવરાશ માં.
યાત્રા કરવા જીવ નીકળ્યો,
અધવચ્ચે માર્ગ જ ખુટ્યો,
મંઝિલ તો સામે જ હતી વેતમા....હવે...
પગને થાક લાગ્યો છે નવરાશમાં.
વસંત આવવાને હજુ કેટલી વાર?
દુષ્ટ ઝાંઝાવાતી પવન ફૂંકાયો,
પાનખર આવી પળવાર માં.... હવે....
ઋતુઓને કહો ન રહે નવરાશમાં.
મનની વ્યથાને વાચા ન મળી,
હોઠ ભીડાય રહ્યા સમજણમાં,
નયનને ભાર લાગ્યો અશ્રુઓનો....હવે....
આંસુઓ વહી રહ્યા છે નવરાશ માં.
સવા રૂપિયો ધરી કરોડો માગે,
ઈશ્વરને મન તો અચરજ લાગે,
મારી સાથે બનાવટ કરે છે.... જેનો....
ઘાટ ઘડ્યો છે સાવ નવરાશ માં.
#નવરાશ