નવરાશ ના સમયમાં હળવી થઈ બેઠી છું,
હ્યદય ને મારા કામે લગાડી બેઠી છું,
તમારી રાહમાં ચાતકની બની બેઠી છુ,
કોઈ જોશે તો કહેશે ચોક્કસ જોગન બની બેઠી છું,
ભુલી ગઈ નામ સરનામું તમારુ,
ફ્કત નજર નો નજારો યાદ રાખી બેઠી છું,
પાંપણો થઈ રહી છે ભારે ,
એકવાર દશઁ ની રાહ જોઈ બેઠી છું,
મુલાકાત લેજો અમારી પહેલા,
ચાહકો ની યાદીમાં શીખર પર આવી બેઠી છું.
#નવરાશ