લોકો ખરુજ કહે છે કે,
અમે સ્ત્રીઓ પણ અજીબ છીએ,
રાત આખી સુતી નથી,
બસ થોડી થોડી જાગતી રહીએ છીએ,
ઊંઘની સ્યાહિમાં આખા દિવસની વાતો વાગોળતી રહીએ છીએ,
પાછી સવારે પુરી ના જાગતા ઊંઘમાજ ભાગતી રહીએ છીએ,
પતિનું ટિફિન, છોકરાઓની સ્કૂલ,
વડીલોનો સમય સાંચવતી રહીએ છીએ,
આખા ઘરમાં હવાની માફક ફરતી રહીએ છીએ,
ઘરના રાસરચિલામાં ખુદને ભૂલી જઈએ છીએ,
જીવન અર્પણ કરીએ છીએ જે લોકોને કાજે,
જયારે અવગણના મળે ત્યારે થોડું રડી લઈએ છીએ,
ખુદમાટે ના બોલતી અમે,
પરિવાર માટે જગ આખાથી લડી લઈએ છીએ,
બસ પરિવારની મુસ્કાન જોઈ ખુશ થઈ લઈએ છીએ,
હા અમે સ્ત્રીઓ છીએ,
થોડી અજીબોગરીબ છીએ,
મૂલવી નહી શકસો કોઈદી મોલ અમરો,
કેમકે અમે અણમોલ છીએ,
ભલે આખી જિંદગી નવરી હોઈએ,
તોયે અમે સૌથી વધારે વર્કિંગ છીએ,
હા આ અમે સ્ત્રીઓ છીએ,
થોડી અજીબગરીબ છીએ.
B+ ve