મગજની કલમે તને બેવફા લખવા કહ્યુ પણ,
તારા પ્રેમનાં આવરણે એને રોકી લીધુ...
કારણ વગર તારા પર વરસી ગઈ પણ,
તારા પ્રેમનાં વાતાવરણે એને રોકી લીધુ....
તપતા રણમાં તને ખીજાય ગઈ પણ,
તારા પ્રેમનાં નિવારણે એને રોકી લીધુ....
દિલના એક ખૂણામાંથી નામ નીકળી ગયુ હતુ પણ,
તારા પ્રેમનાં કારણે એને રોકી લીધુ....
નવરાશની પળોમાં તને યાદ કરવાનું ભૂલી ગઈ હતી પણ,
તારા પ્રેમનાં આવરણે એને રોકી લીધુ....
રાજેશ્વરી
#નવરાશ