તે દિવસે તારા આવવાની રાહ હતી નહિ,
પણ સાથે પ્રેમ ની વાતો કરવાનો ચાહ હતી,
મળવા આવી હતી ભલે થોડો સમય માટે જ,
પણ સમય જાણે હાથમાંથી સરકી રહ્યો હતો,
એ પ્રેમની મુલાકાત રહી હતી બે પળ માટે જ,
પણ જીદગી નું સંભારણું બની ગઈ હતી,
સમય કાઢીને તું હોંશે હોંશે મળવા આવી હતી,
પણ તને નિહાળવાનો સમય જ તે ક્યાં આપ્યો હતો,
નવરાશ ક્યાં રહે છે આ વ્યસ્ત જીંદગીમાં,
પણ તારી યાદ આવે એટલે નવરાશ આવી જાય,
જીત ગજ્જર
#નવરાશ