#નવરાશ
પ્રિયાની આર્થિક સ્થિતિ ઘણી સારી હતી. નોકરી કરવાની જરૂર જ ન હતી તેમ છતાં પ્રિયાએ નોકરી શોધવા બહુ જ પ્રયત્નો કરેલા પરંતુ દરેક જગ્યાએ પ્રિયાને પગાર ઓછો અને મજૂરી વધારે લાગતી. આથી અંતે નોકરી કરવાનો વિચાર માંડી વાળી સામાજિક કાર્યો શરૂ કરેલા. હવે સામાજિક કાર્યો કરવા માટે દાતા પણ શોધવા અને ડોનેશન લેતી સંસ્થાઓ પણ શોધવાની કે જેથી ડોનેશનનો યોગ્ય વપરાશ થઈ શકે. વળી સંસ્થાઓની મુલાકાત પણ લેવી પડે કે જેથી સંસ્થા કેટલી વિશ્વસનીય છે તે જાણી શકાય. આવા બધા કાર્યોમાં પ્રિયા ખૂબ રચીપચી રહેતી. તેથી પ્રિયાના સાસુમાં તો હસતાં હસતાં કહેતા પણ ખરા કે અમારી પ્રિયાને તો " પઇ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી "