ખોરદાદ સાલ મુબારક
આં સાલ, શું નવરોઝ કે શું ખોરદાદ સાલ;
આજુ બાજુ, આખી દુનિયા માં, ચારો તરફ છે બબાલ;
દુખ, મૉત, માંદગી માં જ વીતી રહ્યુ છે આં સાલ.
આવી પરિસ્થિતિ માં તમાચો મારી ગાલ રાખવો પડે છે લાલ
માલિક મારા, ઓ ખુદા મારા, સુધાર અમારા બગડેલા હાલ.
તારી નથી કોઇ મિસાલ, તું તો છે કમાલ
ઓ પૈગામબર મહાન, ઓ વક્ષુરે વક્ષુરાન, મુબારક હોજો ખોરદાદ સાલ
Armin Dutia Motashaw