"હું તને કરૂ યાદ ને તું સામે આવે"
હું તને કરૂ યાદ ને તું સામે આવે, જાણે પથ્થર માંથી પણ તારો અવાજ આવે..!હું તને કરૂ યાદ ને...!
ઘૂઘવતા દરિયા ના પાણી પણ, તારી આવવાની રાહ માં શાંત નઝર આવે..! હું તને કરૂ યાદ ને..!
શાંત પાણી ની લેહરો ને પણ તારા મારા સંગમ ની પરિભાષાના સુરોનો પ્રવાહ યાદ આવે..! હું તને કરૂ યાદ ને..!
તારા ઇન્તજાર માં આમ ખડગ પર બેસવું, આંખો બંધ કરી, એક ચિત્તે હું તને યાદ કરૂ..! હું તને કરૂ યાદ ને..!
એક ધારો ઇન્તજાર તારો "સ્વયમભુ" બની કરૂ, ધરૂ તારૂ ધ્યાન ને તું ધ્યાન ભંગાવે..! હું તને કરૂ યાદ ને..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"