સૌથી ન્યારો, સૌથી પ્યારો
રૂડો ને રળિયામણો
એ મારો ભારત દેશ મહાન છે.
શહીદોના બલિદાન છે,
સ્વદેશભક્તિના ગાન છે
એ મારો ભારત દેશ મહાન છે.
તિરંગાની અનોખી શાન છે,
એમાં વસેલી મારી જાન છે
એ મારો ભારત દેશ મહાન છે.
જેને અલગ સંવિધાન છે,
મને એના પર અભિમાન છે
એ મારો ભારત દેશ મહાન છે.
કૃષ્ણનું સોહામણું વૃંદાવન છે,
બાગ, બગીચાનું નંદનવન છે
એ મારો ભારત દેશ મહાન છે.
લીલુંછમ જ્યાં રાન છે,
અલગારી એનો વાન છે
એ મારો ભારત દેશ મહાન છે.
સૌની જુદેરી આન છે,
દુનિયા આખીયે હેરાન છે
એ મારો ભારત દેશ મહાન છે.