Dt. 15.8.20. શનિવાર
*આજ નો મંત્ર *
"વાણી મધુર બોલવી"
બે વ્યક્તિ કે સમુદાય વચ્ચે શબ્દો ના સંવાદ દ્વારા અભિવ્યક્તિ વ્યક્ત કરવા માં આવે તેને વાણી કહે છે. વાણી ના ચાર પ્રકાર છે.
1.વૈખરી વાણી : સામાન્ય વાતચીત અને વ્યહવાર માં બોલાય છે. તે ઘણી વખત સમજણ વગર અને વાણી વિલાસ માટે બોલાય છે.
2.મધ્યમા:બુદ્ધિ સભર અને ચાતુર્ય સાથે બોલાય છે.
3.પશ્યંતી :જીવન તત્વ અને સૌંદર્ય વ્યક્ત કરવા માટે જેનામાં પ્રાણ છે - ચૈતન્ય છે તેવા જીવંત તત્વ ને જોઈને બોલાતી વાણી છે.
4.પરા વાણી : દિલ ના ઉંડાણ માંથી અંતર ના ભાવ ને વ્યક્ત કરતી વાણી છે. જેમાં અંતર નો નાદ અને આશીર્વાદ સમાયેલા હોય છે.
વાણી માં જબરજસ્ત તાકાત હોય છે. માટેજ કહેવાય છે કે શરીર માં વાગેલા ના ઘા રૂઝાઈ જાય છે પણ દિલ માં વાગેલા વાણી ના ઘા રૂઝાતા નથી. તેથી એક વાર બોલો પણ બે વાર વિચારી ને બોલો તો મૃદુ અને સારી રીતે બોલી ને વ્યક્ત કરી શકાય છે. તેનુ પરિણામ પ્રાપ્ત થાય છે.
વાણી માં વપરાતા શબ્દો ને હું બ્રહ્મ કહુ છુ. કેરમ માં સ્ટ્રાઈકર રિબાઉન્સ થઈ પાછો આવે છે તેમ બોલેલા શબ્દો પણ ભ્રમાંડ માં જઈ તેજ સ્વરૂપે પાછા મળે છે. અભદ્ર ભાષા માં બોલાયેલ શબ્દો તેજ સ્વરૂપે અને પ્રેમ ની ભાષા માં બોલાયેલા શબ્દો પ્રેમ સ્વરૂપે પાછા મળે છે. માટેજ વાણી મધુર બોલવી જોઈએ.
કહેવત છેને :
"પાણી - વાણી - પૈસા નો વ્યય ના કરો, વિચારી ને વાપરો "
*Be Careful with your words. They can only be Forgiven not Forgotten*
*Mind your words before you speak because it describes your attitude*
જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.
સ્વાતંત્ર્ય દિવસ ની શુભકામના. જય હિન્દ. વંદે માતરમ. ભારત માતા ની જય. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏