વારસામાં મળી લાગણી તેથી ભરેલો લાગુ છું!
બહારે કોરો કોરો અંદરથી લીલોછમ લાગુ છું!
કોઈ આવે મહેમાન તો આવકાર મીઠો આપું છું!
વારસે મળ્યો છત છાંયો એટલે ઠરેલો લાગુ છું!
વારસે મળ્યુ નાગરિકત્વ તેથી રંગ કસુંબલ રાખું છું!
દેશ માટે જીવ હથેળી માં ને માથે કફન રાખું છું!
વારસામાં મળ્યુ, સ્થાપત્ય કલા તેની કદર કરું છું!
કરે કોઇ બદનજર તો લડવાની તૈયારી રાખું છું !
વારસામાં મળી આઝાદી તેની ઈજ્જત હું કરું છું!
આઝાદી દિવસે ઝંડો લેહરાવી હરખ હું પામુ છું !
#વારસો