આઝાદી ની સવાર,
આઝાદી ની સવાર ઊગી_ગીતા_
સોન વરણી પ્રભાત ઊગી.
કરોડો દિલોમાં કળીઓ ખીલી,
નવયૌવનના પુષ્પો મહેંક્યા.
સૌનાં હૈયે હરખ લાવી,
માં ભારતી ના બંધનો તોડી,
સ્વતંત્રતા નાં વાયુ લાવી.
ચોમેર આનંદ ની અસર આવી.
જ્ઞાતિ બંધનો ની બેડી,
કુરિવાજ પ્રથાઓની હેલી,
જડ માનસિકતા ની પહેલી,
તોડવા આઝાદી ની સવાર,
પ્રતિક્ષા કરવી રહીં.
✍️...© drdhbhatt...