સ્વતંત્રતા એટલે શું તેનો ખરો ખ્યાલ તો જેને ગુલામી વેઠી છે તેને જ હોય.કેટલાય નામી અનામી લોકોનો ત્યાગ, કુરબાની અને જીવના બલિદાને દેશને જુલ્મી શાસકોના અત્યાચારમાંથી મુક્તિ અપાવી તે તમામનો સહૃદય આભાર. આપણે અત્યારે જે સ્વતંત્રતાનો શ્વાસ લઈ રહ્યા છીએ તેની પાછળ જેનું વર્ણન ના થઈ શકે એટલી પીડાઓ, દર્દ છુપાયેલા છે. તે બધું તેમને હસતા મોઢે સ્વીકારી લીધું કેમકે તેમનો અંતિમ ધ્યેય દેશને આઝાદી અપાવવાનો હતો.આપણે અંદરો અંદરની લડાઈ બંધ કરી શાંતિ, એકતા જાળવી તેમને વચન આપવું જોઈએ કે તમે આપેલો સ્વતંત્રતાનો વારસો આ અખંડ ભારતમાં સદાયે અમર રહેશે.
#વારસો