વારસો છે આઝાદીનો , થોડો સાચવીને રાખીએ , 
અમુલ્ય છે આઝાદી , વખાણ કરતા ન થાકીએ...
સત્ય અને અહિંસાનાં , મારગે આપણે ચાલીએ ,
કરે કસોટી ધીરજની કોઈ, જવાબ એવો આપીએ..
સરદાર-ગાંધી-સુભાષજીનાં, વચનોને સૌ માનીએ , 
સ્વતંત્રતા 'ને સ્વાધીનતાનાં ફળ મીઠાં તો પામીએ...
જાળવી રાખજો આઝાદીને , ભાઈચારાને વાવીએ , 
સ્વાતંત્ર્યવીરોનો આ સંદેશ , અમલમાં સૌ લાવીએ...
#વારસો 
#15august 
#74thIndependenceDay 
#india