Quotes by I AM ER U.D.SUTHAR in Bitesapp read free

I AM ER U.D.SUTHAR

I AM ER U.D.SUTHAR Matrubharti Verified

@iamerudsuthar
(136.5k)

🌧️ ચોમાસાને કાગળ લખ... 🌧️
(આજના ચોમાસાનું સાચું અને માર્મિક ચિત્ર)
​ચોમાસાને કાગળ લખ, એ સમજી જાશે...
​🎯 તીર જેવું દોરીને સીધો સોસાયટીનો રસ્તો બનાવ,
એની નીચે 'તળાવ' લખ, એ સમજી જાશે...
​🚗 અડખે-પડખે પાણીમાં ડૂબેલી બંધ પડેલી ગાડીઓ દોરી,
એમાં વચ્ચે 'ટ્રાફિકજામ' લખ, એ સમજી જાશે...
​☂️ જેવી ફાવે એવી બે છત્રીઓ ચિતરજે...
એની નીચે 'કાગડો' લખ, એ સમજી જાશે...
​☁️ અગન ઓકતા આભને બદલે કાળાં-ડિબાંગ વાદળ તાણ,
એની નીચે 'સુકાતા નથી કપડાં' લખ, એ સમજી જાશે...
​🪣 અડખે-પડખે બે-ત્રણ ડોલ ને તપેલી દોરી,
એની નીચે 'ધાબું લીક થાય છે' લખ, એ સમજી જાશે...
​📦 વરસાદ ને લીધે પલળીને બગડેલો સામાન દોરી,
એમાં વચ્ચે 'ઘરોની લાચારી' લખ, એ સમજી જાશે...
​🌾 કુંડાળા જેવું દોરીને પાણીથી ભરેલા ખેતર બતાવ,
હળવેથી 'જગતના તાત આંસુ સારે છે' લખ, એ સમજી જાશે...
​🥺 જેવી ફાવે એવી એક બાળકની ઉદાસ આંખ ચિતરજે...
પાંપણ નીચે 'કાગળની હોડી પણ ડૂબી ગઈ' લખ, એ સમજી જાશે...
​🌤️ ઉપર કાળાં-ડિબાંગ વાદળોની ભારે રેખા તાણ,
એની નીચે 'હવે બસ કર, ઉઘાડ આપ' લખ, એ સમજી જાશે...
​ચોમાસાને કાગળ લખ, એ સમજી જાશે... 🙏
​✨ – ઉમાકાંત 'ઉન્મેષ'

#monsoonseason #moonsoon #FloodAlert
#FloodRescue

Read More

॥ જીવનની ઘટમાળ ॥
​કિનારે પથ્થરો રગડીને,
સમય પર સુવાળાં રૂપ પામે છે,
એમ માણસ પણ સતત મથીને,
જીવનમાં શ્રેષ્ઠતાને વરે છે;
વાણીમાં હોય મીઠાશ ને કાર્યમાં જેનું તેજ,
જગત આખું નમે તેને, મળે એવું જ એને સહેજ.
​સફળતાના શિખર પર જ્યારે,
પગ તારો મુકાય છે,
ત્યારે વહાલાંઓની આંખમાં પણ,
ઘણીવાર ઈર્ષ્યા દેખાય છે;
ઠોકર મારનારા તો ઘણાં મળશે અહીં તને,
પણ હિંમત રાખજે તું, જીત તારી જ સદૈવ લખાય છે.
​જરૂરતના સમયે લોકો જો,
તને યાદ કરે,
તો સહેજે માઠું ન લગાડતો,
તારું નૂર તો જ સ્મરે;
ઘોર અંધકારમાં જ મીણબત્તીની ખરી કિંમત હોય છે,
તું પ્રકાશ છે પૂર્ણ ચંદ્રમાનો, એ ગર્વ તારામાં ભરે.
​હકીકતો છુપાવીને કોઈ,
ક્યાં જીતી શક્યું છે?
પાપનું પોટલું પાતાળમાં પણ,
ક્યાં ટકી શક્યું છે?
ઉઘાડું પડશે સત્ય એક દિવસ સૂરજની જેમ,
કર્મોનો હિસાબ અહીં, કુદરત ક્યાં કદીક ચૂક્યો છે?

- *ઉમાકાન્ત*

Read More

આજનો દિવસ *“વિશ્વ પર્યાવરણ દિવસ”* તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આજે સમગ્ર વિશ્વના તમામ પર્યાવરણ પ્રેમીઓ જાણે કે આજના એક જ દિવસમાં પર્યાવરણનું મહત્ત્વ લોકોને સમજાઈ દેવાના હોય તે રીતે *facebook,whatsapp,twitter* વગેરે જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી પર્યાવરણને લગતા વિવિધ સુવિચારો વાક્યો શેર કરી પોતાની પર્યાવરણ તરફની લાગણી વ્યક્ત કરતા હોય છે.પરંતુ શું? આજના એક જ દિવસે પર્યાવરણનું મહત્વ સમજવું જરૂરી છે?
શુ પર્યાવરણનું જતન ફક્ત એક દિવસ પુરતું જ મર્યાદિત છે?
આખા વર્ષ દરમિયાન પર્યાવરણને લગતી બાબતોમાં આંખ આડા કાન કરવાની માણસની પ્રવૃત્તિ અને પર્યાવરણ પ્રત્યે ધ્યાન ન આપવાથી માણસ કોઈને કોઈ રીતે પર્યાવરણને નુકસાન કરતો આવ્યો છે અને એ નુકસાની નું પરિણામ સમય સમય તેને પોતાને પણ ભોગવવાનો વારો આવ્યો છે. પણ, આમ આજના એક દિવસે પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતિ લાવવાથી ને એક દિવસ પુરતું પર્યાવરણ બચાવી લેવા થી કોઈ મોટો સુધારો આવવાનો નથી હા, પર્યાવરણ પ્રત્યે દરેક વ્યક્તિની ફરજ છે એ દરેક વ્યક્તિએ તેમાં સહભાગી થઈ પર્યાવરણનું જતન કરવું જોઈએ .કોઈ મોટા પ્રમાણમાં વૃક્ષો નું જતન ના કરી શકો વાવણી ના કરી શકો તો કોઈ વાંધો નહીં .પરંતુ ,તમારા આસપાસની કેટલીક નાની-નાની બાબતોનો જો ખ્યાલ રાખવામાં આવે તો પણ પર્યાવરણનું જતન કરવામાં મહદંશે પોતાનો યોગ્ય ફાળો આપી શકાય છે. જેમકે,
૧.નકામું વ્યર્થ વહી જતું પાણી અટકાવો.
૨. કામ વગરના વીજળી ના સાધનો નો ઉપયોગ બંધ રાખો.
૩. શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ નો વધુને વધુ ઉપયોગ કરો.
૪. સિગ્નલ ક્રોસિંગ પર ઊભા રહેવાનું થાય તો ગાડી બંધ રાખો.
૫. ગમે ત્યાં કચરો ન ફેંકતા કચરો કચરાપેટીમાં નાખી જમીન નું પ્રદૂષણ અટકાવી શકાય છે.
૬. બહાર જતી વખતે જો મોબાઈલ અને પાવર બેંક સાથે લઇ જઇ શકાતો હોય તો બજારમાં ખરીદી કરવા જતી વખતે પણ સાથે કપડાંની થેલી લઈ જવાનો આગ્રહ રાખો અને આમ કરીને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ટાળો.
આવી કેટલીક નાની નાની બાબતો તરફ જો ધ્યાન રાખવામાં આવે તો પણ પર્યાવરણનું જતન કરવામાં આપણે સહભાગી બની શકીએ છીએ છે.
:ઉમાકાન્ત મેવાડા સિવિલ એન્જીનીયર
#worldenvironmentday #swachh_Bharat

Read More