કોરોના ના આ કાળ માં ઈશ્વર આપણે સૌને એના ડર અને પડકાર માંથી આઝાદી આપે એજ પ્રાર્થના..
કોઈ પણ દેશ અને સમાજ માટે શિક્ષણ અને સ્વાસ્થય ખૂબ અગત્ય ના વિષયો હોવા જોઈએ કે જેના વગર ખરો વિકાસ શક્ય થઇ જ ન શકે..આ બે વિષય પર સાચા અર્થ માં ફોકસ વધે, માળખાગત સુવિધાઓ નો વિકાસ થાય, નેશનલ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦ જમીન પર ઝડપથી કાર્યાન્વિત (implement) થાય, શિક્ષકો ને આર્થિક સુરક્ષા મળે અને આપણા સૌની માનસિકતા માં જબરદસ્ત બદલાવ આવે તો જ સ્વતંત્રતા ની ઉજવણી સાર્થક બને..
આપણે બધા શારીરિક અને આંતરિક રીતે સ્વસ્થ તથા અંત:કરણ થી પ્રમાણિક રહી શકીએ એ જ મનોકામના સાથે ક્રિનાશાહ તરફથી ૭૪માં સ્વાધિનતા દિવસ ની આપ સૌને ખૂબ શુભેચ્છાઓ..
Krina Shah.