નજરે નજરે આ દિલ તને જોવા તરસે છે,
આંખો મારી બસ તને જ જોવા મરે છે,
દિલના મારા ઘબકારા તને પામવા ઝંખે છે,
લાગણી ના દરિયામાં માં ડૂબવા મથે છે,
એકલો અટૂલો તારો સાથ પામવા દોડે છે,
મારી એકલતા મારા દિલને ને ડંખ્યા કરે છે.
તારી સાથે વિતેલી એ દરેક મુલાકાતો યાદ આવે છે,
પ્રેમભરી એ વાતો ફરી માણવા આ દિલ તરસે છે,
તું મળીને જાય છે ત્યારે દિલ બેચેન થાય છે,
ફરી મુલાકાત ની આંસ હંમેશા ઝંખ્યા કરે છે,
હવે ક્યારે મળીશું તે યાદ થી મન મુંજાય છે,
દરેક ક્ષણ તને મળવા દિલ મારું તડપે છે,
જીત ગજ્જર
#વારસો