"એક પુસ્તક તું..!વાંચી ને તો જો "
એક પુસ્તક તું રોજ વાંચી ને તો જો, નવું નવું જ્ઞાન તું મેળવીને તો જો, રોજ કંઇક અલગ શીખવતું તું શીખી તો જો..! એક પુસ્તક તું
અવનવા લેખક ની રચના તું હ્રદય માં ઉતારી તો જો,ગઝલ, ગીત, હાયકુ, શેર, તું કંઠે કરી તો જો..! એક પુસ્તક તું
નથી લખાતું કંઇપણ એમનમ, તું સ્વયમ એકાદ લાઇન લખીને તો જો..! એક પુસ્તક તું
નવરંગ લેખન, નવરંગ રચના, નવરંગ ગીત ગુંજન,નવરંગ "સ્વયમભુ" આલેખેલું એક નાટ્ય ચિત્ર, નવરંગ બનેલી નવલકથા નું એક પાત્ર તું માઇક્રોફિકસનમાં ભજવી તો જો..! એક પુસ્તક તું..
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"