Gujarati Quote in Poem by Urvashi Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાણીતા પગરવનો નો અહેસાસ છોડી,
અજાણ્યા પગરવને ને જાણીતા કરવા,
દિકરી આજે સાસરિયે ચાલી.

હૃદયના ધબકારાને જીવંત રાખી,
સાસરીયા ના પગરવ ખાળવા,
પારકા ને પોતીકા કરવા,
અજાણ્યા પગરવ ને જાણીતા કરવા,
દિકરી આજે સાસરિયે ચાલી.

સ્વપનાના સાગરને સાથે લાવી,
હૃદયમાં મોજાઓનુ ટોળું લાવી,
મનોમંથન ના વમળમાં અટવાઈ,
અજાણ્યા પગરવ ને જાણીતા કરવા,
દિકરી આજે સાસરિયે ચાલી.

સ્નેહ, સમતા,ધૈર્ય ને
આસ્થા નુ ભાથું સાથે લાવી,
આદરપૂર્વક માન પામી,
સાસરિયાં માં સમાણી,
અજાણ્યા પગરવ ને જાણીતા કરવા,
દિકરી આજે સાસરિયે ચાલી.
#અજાણ્યા પગરવ

Gujarati Poem by Urvashi Trivedi : 111541225
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now