હૈયાની હોઠે કદી આવે પણ ખરી!
ને સત્યને બહાર લાવે પણ ખરી !
ઐક્ય સધાય જાય ઊભયનું તો,
એ વાત ખુદને મૂંઝાવે પણ ખરી!
અંતરની અનાવૃત થઈ ઊભે જો,
ટેવ આપણને અકળાવે પણ ખરી!
ઊતરી જાય મ્હોરું ચહેરા તણુંને,
ક્યારેક ઉરને પુલકાવે પણ ખરી !
ચૈતન્ય જોષી. ' દીપક' પોરબંદર.
#હોઠ