મુક્તિ એટલે બંધનો થી મુક્ત ને મુક્ત મને વિચારતી છોકરી. હરિભાઈ અને સુમનબેન ની એક ની એક વહાલસોયી દીકરી એટલે જ મુક્તિ. હરિભાઈ માટે મુક્તિ એક દીકરી જ નહીં દીકરો પણ હતી જે મુક્ત મને એના પપ્પા ને કોઈ પણ વાત કરતી. હરિભાઈ પણ મુક્તિ ની દરેક વાત સાંભળતા ને પૂરી પણ કરતા. ખલખળતા પાણી ની જેમ મુક્તિ પણ મોટી થઈ અને એના જ કોલેજ માં ભણતા સમય નામ ના છોકરા ને પોતાનું દિલ આપી બેસી. હરિભાઈ અને સુમાનબેને દીકરી ના લગ્ન એના મન ના માણીગર સમય જોડે કરાવ્યા.
મુક્ત મને વિચારતી મુક્તિ હવે સાસરી માં એના સાસુ સસરા માં પોતાના માં બાપ ને શોધી રહી, ફરી થી મુક્ત મને જીવવાનું શોધી રહી. પણ સાસરી ની જવાબદારી માં ને લોકોની ભીડ વચ્ચે એ ક્યાંક મુક્ત મને વિચારવાનું જ ભૂલી ગઈ. સમય પણ જાણે મુક્તિ ના મન ને પારખતો ન હોય એમ જવાબદારીઓ નો ભાર આપતો ગયો ને એ બંધનો થી મુક્ત મુક્તિ ને બંધનો માં જ બાંધતો ગયો.
અચાનક મુક્તિ આજે સવારથી જ બેગ પેક કરી ને પિયર જવા નીકળી ગઈ.હરિભાઈ અને સુમનબેન ના જીવનમાં તો જાણે રોનક પાછી આવી ગઇ. સુમાનબેન ના મન માં એક પ્રશ્ન થાય, કેમ મુક્તિ કાંઈ કીધા વગર જ રૂમ માં જતી રહી. માં એ માં, સવાર પડી એટલે દીકરી જોડે જઈ વ્હાલ સાથે મનની વાત કરતી રહી, મુક્તિ પણ જાણે #હોઠ બિડાયીને માં બાપ સામે ખોટું હસતા શીખી ગઈ, માં બાપ દુઃખી ના થાય બસ એટલા જ માટે પોતાની જાતને ફરીથી સાસરે પાછા ફરવા મનાવતી રહી. મુક્તિ હવે ગાલ લાલ રાખી ને અને #હોઠ બંધ રાખી ને હસતા શીખી ગઈ.
માં બાપ ને ક્યાં દીકરી ભારે પડે છે,
એ દીકરી ના લગ્ન પછી ના દુઃખથી માં બાપ નું કાળજું કંપાઈ જાય છે
ખલખલ વહેતી મુક્તિ જેવી હજારો દીકરીઓ
લગ્ન પછી પોતાની રીતે જીવવાનું ભૂલી જાય છે
વાંક કુદરત નો છે કે સમાજ નો
કેમ દીકરી જ પારકી થાપણ કહેવાય છે
#હોઠ