સફર ઘણી ખેડી છે, આવા સુમ સામ રસ્તા પર મે..! ત્યારે હમેશા હિમંત ને હું પાસે મારી રાખતો..!
અડધી રાત્રે મારા કાને પડતો તમરા નો અવાજ..! સુમ સામ રસ્તા પર જાણે મારી હિમંત ને તોડતો..!
કંઇક મૌસમ ના સૂસવાટા જોયા છે..! સુમ સામ રસ્તા પર, જાણે પોતાના તેવર બદલી ને મને ડરાવતા હોય..!
એમ ક્યાં રંગ બદલે "સ્વયમભુ" પોતાનો આવા ખોટા મૌસમ ના રંગ ને જોઇને..! કંઇક મૌસમ ને જોયા છે પોતાના રંગ ને બદલતા..! સુમ સામ રસ્તા પર મે..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"