*આજનો સુવિચાર*
***** *ઓળખાણથી મળેલું કામ ઓછા સમય માટે ટકે છે ...પણ કામ થી મળેલી ઓળખ જિંદગીભર ટકે છે*.
***** *જીવનના "દાખલા" બહુજ સાચવીને "ગણવા" સાહેબ, ક્યાક એવું ના થાય કે, એકાદ "બાદબાકી" બધા જ "સરવાળા" ને "શૂન્યમાં" ફેરવી દે......!!!*
***** *પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં... આવો, આપણે પગથિયું બનીને એકબીજાને ઠેઠ સુધી પહોંચાડીએ.*
***** *જીવનમાં મુશ્કેલીઓ રૂ થી ભરેલા કોથળા જેવી હોય છે....જો જોયા જ કરો તો બહુ જ મોટી અને ભારેખમ દેખાય, પણ ઉપાડી લેશો તો હળવી જ હોય છે.*
***** *એક મિત્ર એ મને પુછ્યું... રોજ સવારે એક "સુવિચાર" સૌને મોકલાવી "શુભ સવાર" પાઠવો છો, શું "મળે" છે તમને એમાં........ ??? મેં "હસીને" કહયું "લેવું -દેવું" તો "વેપાર" છે... વગર "અપેક્ષા" એ આપે તે જ તો સાચો "પ્રેમ" છે વ્હાલા...*
✍️✍️✍️✍️✍️🕯️🕯️🕯️🪔🪔🪔✍️✍️