તું છે તો બધું છે તારા વિના કઈ નથી જીવનમાં,
મારી શરૂઆત પણ તું છે ને અંત પણ તું છે,
તને પ્રેમ કર્યા પછી ચાહું છું હું મારી જિંદગી ને,
બીજું કશું નહિ બસ તારો પ્રેમ જ મારામાં સમાય છે.
ક્ષણ ક્ષણ ખુશી તને જોવાથી અને વાતો કરવાથી થાય છે,
ને તું જયારે દુર જાય છે ત્યારે ક્યાં મારાથી હસાય છે,
તારા વિષે દિવસભર લખ્યા કરું એજ છે કામ મારું,
મારો એક માત્ર વ્યવસાય તને શબ્દો થી પ્રેમ કરવો,
જીત ગજ્જર
#કમી