#કમી
"શા માટે તબિયત બગડતી જાય છે? શું કમી છે ઘર માં? એક નો એક દિકરો ને બંગલા માં રાણી ની જેમ તો રહે છે? હાથમાં ને પગમાં નોકર ચાકર છે?" આ સવાલો નો હેતલ પાસે કોઈ જવાબ જ ન હતો. કોને કહે કે આ બધી ઝાક - ઝમાંળ માં એને તો જરૂર હતી પતિ ની લાગણી અને પ્રેમ ની. કેટલી મોટી વાત છુપાવીને લગ્ન કરાવ્યા હતા એ બધા ને કહેવાય એવું ન હતું. બધીજ કમી ની સાથે તેને પરિવાર અને પતિ ને અપનાવી લીધા..