આજે સોળ વરસ પૂરા થયા અમારા લગ્નજીવનને
મારા દિકરાને તો ડબલ ગ્રેજ્યુએટ અને નોકરી કરતી વહુ મળી છે કહી ફૂલ્યા ના સમાતા મારા સાસુ સસરા હજી ગયા મહિને મને મળેલા પ્રમોશન ને સહન નથી કરી શક્યાં અને વધારામાં કોરોના ના લોકડાઉન માં મારા પતિએ શરુ કરેલ સ્ટાર્ટ અપ મોટા નુકસાન સાથે શરુ થતાની સાથે જ બંધ થઈ ગયું
અચાનક જાણે મારી દુનિયા બદલાઇ ગઇ, મારી નાની નાની વાતોમાં ક્યારેક કમીઓ તો ક્યારેક અભિમાન આખા ઘરને દેખાવા લાગ્યા, સોળ વરસ ના સબંધો સાસરિયાં સાથે અને જન્મોજન્મ નો સબંધ પતિ સાથે ક્યારે વરાળ બની ઉડી ગયો સમજ જ ના પડી અને આરોપી તો હું જ હતી જાણે.
કમી તેમના વિશ્વાસ મા હતી કે મારા નસીબ મા તેજ ના સમજાયુ
અને આજે અમારી એનિવર્સરી ના દિવસે મારી કમીઓ ગણાવતા મારા સાસુ સસરા મંદિરમાં ધંટડી વગાડી રહ્યા છે અને મારા પતિ મને અણદેખી કરી ઘરના પગથિયાં ઉતરી ગયા
મારી 15 વર્ષ ની દિકરી મને સમજાવી રહી "જાણે છે મમ્મી તારી સૌથી મોટી કમી, તારો આ ચૂપ રહેવાનો સ્વભાવ, એકવાર તું જવાબ આપી તો જો! "
અને હું એને પણ સાંભળી રહી છું ચૂપચાપ!
#કમી