Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કૃષ્ણ ને આધુનિક ચિઠ્ઠી

Hi કિશન , How are you!
પણ હા અમને તું પૂછતો નહિ કે How we are !
અહિયાં તો બરાબર ની પત્તર ધમાય ગઈ છે મોટા!

એક તો આ કોરોના ના કેશ
ચિંતા માં છે આખો દેશ

બન્ધ છે સ્કૂલ ને ટ્યૂશન
વધતું જાય છે કન્ફ્યુઝન

પાછું રહેવાનું ઘરમાં.
સતત બીવી ના ડર માં

બગડ્યો આખો શ્રાવણ માસ
તું એકજ સહારો છે ખાસ

અહીંની તૂટેલા બધા રોડ
નથી એકેય સારો મોડ
એમાંય પોલીસ નો તોડ

ગોવાળિયો છે તું , કોઈક ઉપાય તો બતાવ
રસ્તા માં ઉભેલી ગાયો તો હટાવ

મેળા નથી છતાંય ચકડોળ ને બ્રેક ડાન્સ છે
રસ્તા એવા કે હાડકા તૂટવાના ચાન્સ છે

અમારી દોરી છે દોસ્ત હવે તારા હાથમાં
વિશ્વાસ છે તું રહેશે સદા સંઞાથ માં

આ ચિઠ્ઠી જે કોઈ મન થી વાંચે
એના તરફ કદી કોરોના ન જાંચે

Note: - જો જે દોસ્ત મારા માટે ગુરુ તું છે અને મીત્ર પણ તું આ પોસ્ટ વાંચનાર મારા બધાજ મિત્રો ને આવતી જન્માષ્ટમી સુધી રક્ષણ આપવાની
જવાબદારી તારી
- તારો મિત્ર આકાશ પટેલ

Gujarati Poem by Rinku Panchal : 111539676
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now