હૈયે હિલ્લોળા લેતી લાગણીઓ ને કાગળ પર ઉતારી તો જો,
વેદનાઓ તણી ચીસ ને હળવેક થી કાગળ પર ઉતારી તો જો,
બીડાયેલા હોઠ માં કેદ મૌન ને વાચા આપી તો જો,
અભિવ્યક્તિ હોય સુખ- દુઃખ ની કે પ્રેમ-નફરતની ભલે કલમથી મોટું કોઈ હથિયાર નથી તુ ચલાવી તો જો,
અસહ્ય પીડા ભલે ને હોય અંતરમાં,'રિમ' તુ લેખન વડે એ પીડા ને ઉલેચી તો જો...
-pandya Rimple
@shabdo_ni_suvas_