Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જન્મદિન મુબારક હો કૃષ્ણ કિરતારને.
જન્મદિન મુબારક હો ગીતાના ગાનારને.

હણ્યા મામા માસી હતા જે ધર્મવિમુખ
જન્મદિન મુબારક હો અધર્મ હણનારને.

કીધી ચોરી નવનીતની ગોપબાળ સાથમાં,
જન્મદિન મુબારક હો કાલિય નાથનારને.

હર્યું દારિદ્રય સુદામાનું અઢળક આપીને,
જન્મદિન મુબારક હો શ્રીકૃષ્ણ દાતારને.

મન મોહ્યાં બંસીમાં ગોપીવૃંદ સુખ દેનારને,
જન્મદિન મુબારક હો પાર્થ રથ હાંકનારને.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111539236
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now