કોરોના પછી ચારે તરફ દયા જોઇ
અને દાતાર પણ જોયા
એક રોટલો આપી દસ ફોટા પડાવતા જોયા,
તો ક્યાંક લાખ આપી નામ ન દેનાર પણ જોયા,
કયાક ખોટો લાભ લેનારા ધુતારા મળ્યા,
તો ગાંઠ ના ખર્ચે રામરોટી દેનારા રામ પણ મળ્યા,
કેટલા ખોટા હતા માણસ પારખવામાં,
એવા તો સો સવાલ મળ્યા ,
કેટલી દયા કેટલા દાતાર
છતાંય દુઃખ ના તો પહાડ મલ્યા
બસ કર માલિક, બસ કર હવે,
તારી દયા વિના નહીં ચાલે હવે
એવા સૌ પ્રમાણ મળ્યા
#દયા