દયા કરવા માટે હંમેશા કોઈ યાચક ની જરૂર પડે છે, જે તમારા અહં ને પંપાળે , મજબૂત કરે. જે સમાજ મા દયા ને પ્રાધાન્ય મળે તે સમાજ માંથી યાચકો, ભિખારીઓ, ગરીબો નું કલ્યાણ સંભવ જ નથી. પણ કરુણા, કરુણાવાન પર નિર્ભર હોય છે તે ભાવ કોઈ નો ઓશિયાળો નથી હોતો...કરુણાવાન સમાજ ના તમામ નિમ્ન લોકો માટે ઉદ્ધારક સાબિત થાય છે. જ્યાં દયા હોય ત્યાં નિમ્ન લોકો ની જરૂર પડે જ છે કેમકે તે દયા માટે નો મજબૂત અને જુનો પાયો છે.
#દયા