થયા આપણે આઝાદ ક્યાં અર્થમાં?
આઝાદીના આટલા વર્ષો પછી પણ છે ગરીબી દયાજનક,
અને આ પ્રાદેશિક અસમાનતા કેવી,
એક શહેર હોય ભરપૂર પ્રાથમિક સુવિધાથી,
અને બીજી બાજુ કોઈ ગામ ને પાણી માટે જવું પડે માઈલો દૂર,
અને ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાં,
છે અહીંના કૃષકની સ્થિતિ દયામય,
અને બેરોજગારીના આંકડા પણ કેવા દયા ઉપજાવે છે એવા,
તો આપણે થયા આઝાદ ક્યાં અર્થમાં?
#દયા