#લાત_મારવી
" જો સાચું કહું તો મને તો હવે આ કંપનીમાં કામ કરવામાં જરાય રસ નથી. મારું ચાલે તો હમણાં જ નોકરીને લાત મારી દઉં " રોહન છેલ્લા પાંચ વર્ષથી આવી જ બડાઇઓ મારતો હતો પણ નોકરી છોડતો ન હતો. એક વખત કંપની દ્વારા એક ઓર્ડરના બદલામાં ક્લાયન્ટ જોડેથી રૂપિયા પડાવતો રોહન રંગે હાથ પકડાઇ ગયો અને કંપનીએ રોહનને લાત મારી દીધી.