*શબ્દો સમજાય*
*અને ન વાગે,*
*એ બહુ જરૂરી છે.*
*સંબંધ સચવાય*
*અને મન ન કચવાય,*
*એ બહુ જરૂરી છે.*
*નીકળી જાઉં હું ગમે*
*તેટલું આગળ*
*સત્યની શોધમાં,*
*સમય રહેતા પાછું*
*વળાય;*
*એ બહુ જરૂરી છે.*
*લંબાઈ માપીને શું કરીશું* *આ જિંદગીની?*
*દુ:ખના દિવસો જલ્દીથી,* *સુખના ધીરે-ધીરે જાય,*
*એ બહુ જરૂરી છે.*
*અંતે ભળી જવાનું છે* *રાખમાં એ જાણતો હોવા* *છતાંય દોડે જાઉં છું,*
*કારણ કે દીપક બુજાય એ* *પહેલા ઝળહળી જવાય,*
*એ બહુ જરૂરી છે.*
*સંબંધોનું ક્ષેત્રફળ* *માપવાનું સમીકરણ* *અલગ પણ હોઈ શકે,*
*લંબાઈ અને પહોળાઈ* *માપવામાં, ઊંડાઈ* *વિસરાઈ ન જાય,*
*એ બહુ જરૂરી છે.*
*સંવાદ સર્જાય કે નહિ*
*એ અગત્યનું નથી*,
*એક-મેક ને જોઈ ને*
*આંખો ચમકી જાય,*
*એ બહુ જરૂરી છે.*
*એકરાર થાય- ન થાય,*
*એ મળે- ના મળે,*
*ને છતાંય- શ્વાસમાં*
*પહેલો પ્રેમ છલકાય,*
*એ બહુ જરૂરી છે.*
*હસું-રડું,*
*અથડાઉં-પછડાઉં,*
*જાઉં ઉપર કે નીચે*
*પડી જાઉં,*
*અસ્તિત્વ થી અંત સુધી* *વ્યક્તિએ ઝઝુમતા રહેવું,*
*એ બહુ જરૂરી છે.*
*શબ્દો સમજાય અને*
*ન વાગે, એ બહુ જરૂરી છે.*
*સંબંધ સચવાય*
*અને મન ન કચવાય,*
*એ બહુ જરૂરી છે.*