કર્મ
======
કર્મની વ્યાખ્યા કરવી ઘણી ગહન છે. સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન તેમના ઉપદેશ માં કહ્યું છે. કર્મની ગતિ ગહન છે.
રામ અવતારમાં છૂપાઈને વાલી ને બાણ માર્યું, તો શ્રી કૃષ્ણ
અવતાર માં પારધી ના બાણે સાટું વાળ્યું.
ગીતા ના કર્મયોગ અધ્યાય ( ૩ થી ૫) માં સુંદર સમજણ આપી છે. કર્મ અકર્મ વિકર્મ , સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ , સકામ નિષ્કામ વગેરે.
સૌથી સહજ સમજણ એટલે કર્મ પ્રકૃતિ માં થાય છે.અને
આપણે મેં કર્યું એવું સમજી અજ્ઞાન વશ અહંકાર કરી કર્તા ભાવ રાખીએ છીએ, તેથી ભોક્તા સ્વરૂપ કર્મ ફળ ભોગવવા તૈયાર રહેવું પડે છે. પછી એ ફળ ક્યારે ને કેવી
રીતે મળશે તે પ્રકૃતિ ના નિયમો ને અનુરુપ નક્કી થશે. એટલે જ્ન્મ મરણ ના ચક્ર ચાલુ રહેશે.
આમાં થી છુટકારો મેળવવા પણ કર્મ જ કરવામાં આવે છે
એ સમજવું જરૂરી છે. જેઓ કર્મ પ્રકૃતિ માં થાય છે.એટલે કૈ દેહ અધ્યાસ થી ઈન્દ્રિયો મન બુધ્ધિ ના સહયોગ થી અહંકાર થી કર્મ થાય તે પ્રાકૃતિક કર્મ કહેવાય. પરંતુ જો
દેહ અધ્યાસ છોડી નિષ્કામ ભાવે નિર્લેપભાવે અનાસક્તિ
કેળવી પ્રભુ પ્રિત્યર્થે કર્મ કરવામાં આવે ,તો તમે ફળના બંધન થી મુક્ત થઈ જાવ.
આ સહજ સ્વાભાવિક સહેલો માર્ગ છે. આનાથી વિશેષ કોઈ જ્ઞાન નથી. બધું નિષ્કામ ભક્તિ માં છે, યોગ અને જ્ઞાન પણ એમાં જ સમાઈ જાય છે. ફક્ત સાધન માર્ગ અલગ છે .ભાવ એક જ છે.
જય શ્રી કૃષ્ણ