___________________
એક ડગ માંડી, ને
"કર્મ" નો પટારો ખુલ્યો.
નાનેરા પુણ્યનું ગાન ગાતો,
થોડુ આગળ હું ચાલ્યો.
બીજી ડગ માંડી, ને
"કર્મ" નો પટારો ખુલ્યો.
વ્યાધિ નું નિયમન કરતો,
જરા આગળ હું ચાલ્યો.
ત્રીજી ડગ માંડી, ને
"કર્મ" નો પટારો ખુલ્યો.
ઈશ્વરની ઓથ લેતો,
ફરી પાછો હુ ફર્યો.
___________________
#કર્મ