Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કર્મ

"જો તમે મને કંઈપણ હેરાન કરવાની કોશિષ કરી તો જેલમાં ધકેલી દઇશ. તમને તો ખબર છે ને કે મારા કાકા પોલીસ ઈન્સપેક્ટર છે" કવિષા વારંવાર આવી ધમકી પોતાના સાસુ સસરાને આપતી. હવે સંયુક્ત કુટુંબ હોય તો ક્યારેક બે વાસણ ખખડે પણ ખરા અને સાસુ સસરા કંઈ કહે પણ ખરા એમાં ધમકી ન આપવાની હોય. કવિષાની ધમકીથી કવિષાના સાસુ સસરા બિચારા સમસમીને બેસી રહેતા. કવિષાને પોતાના ભાઈ અને ભાભી પર ખૂબ જ પ્રેમ હતો. હવે એક વાર કવિષાનો ભાઈ કશ્યપ પોતાની સાથે નોકરી કરતી મહિલા સાથે મહિલાના જ ઘરે પ્રેમાલાપ કરતા ઝડપાઈ ગયો. અચાનક જ મહિલાનો પતિ ઘરે આવી જતા મહિલાએ બધો દોષનો ટોપલો કશ્યપ પર ઢોળી દીધો. પોલીસ કેસ થયો અને કશ્યપ જેલમાં ધકેલાયો. કાકા પોલીસ ઈન્સપેક્ટર હોવા છતાં સામે છેડે કેસ મજબૂત હતો. કાકાનું કંઈ ન ચાલ્યું અને કશ્યપને ચાર દિવસ જેલમાં રહેવું પડ્યું. કેસ છાપામાં છપાયો અને બદનામી થઈ એ નફામાં. કદાચ આને જ કર્મનું ફળ કહેવાતું હશે એવું કવિષાના સાસુ સસરા વિચારી રહ્યા. જો કે પછી કવિષાની ધમકીઓ બંધ થઈ ગઈ.

Gujarati Story by Vihad Raval : 111535609
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now