Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સત્ય ની હાલત
____________

અર્ધ નગ્ન હાલતમાં ફૂટપાથ પર એ પડી હતી,
ગંદગી નાં ઢગલાં વચ્ચે એ સડતી હતી,
બીમારી અને તાવ થી એ તરફડતી હતી,
ભુખી તરસી સૂર્ય નાં તાપ માં એ સબડતી હતી,
કચરા ની જેમ તે પણ ઉકરડા માં ફેલાયેલી
હતી,
ઍને જોઈ હરકોઈ વ્યક્તિ એના થી દૂર ભાગતી હતી,
કોઈક કડવી તો કોઈ તીખી કહે,ઘણા એ કહ્યું એ લાગની હતી,
ગરીબાઈ અને બદચલન ની છાપ હતી,ચહેરા પર નિરાશા છવાયેલી હતી,
કોણ હતી ? એ કોણ હતી ? ..?...?... હર કોઈ થોડું વિચારતી હતી,
પણ વર્ણન સાંભળી કોઈ એ કહ્યું ,
' કવિરાજ ' એ તો સચ્ચાઈ હતી.
__________________________'
નોંધ: આજ નાં સમય ની સત્ય ની આ કડવી સચ્ચાઈ આ કવિતા માં નિરૂપણ કરેલ છે.
_____________________________

Gujarati Poem by Jayvant Bagadia : 111535209
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now