રત્ન એટલે એક જાતનો અલભ્ય પત્થર પણ તેને ઓળખવા માટે પારખી નજર જોઈએ, એજ રીતે આપણી આસપાસ પણ ઘણા રત્નો જેવા સંબંધ હોય છે જેની કિંમત આપણે આકી શકતા નથી.. તે પાછળનું કારણ એકતો આપણામાં રહેલ અહમ કે એના વગર આપણું કયાં કંઈ અટકી જાય છે!!! ને બીજુ ભૂતકાળના અમુક બનાવને લીધે આપણે દરેક સંબંધને ત્રાજવે તોલવા મંડીએ છીએ.
હશે રત્નો પથરાની સાથે,
નજર જોહરીની તું મેળવી તો જો..
હશે રત્નો ભીડની સાથે,
અહમ ના ચશ્મા તું ઉતારીને તો જો..
હશે રત્નો નસીબમાં સાથે,
ભૂલી ભૂતકાળ હાથ તું લંબાવીને તો જો..
પડયા
#રત્ન