Quotes by Akash in Bitesapp read free

Akash

Akash

@akashashmanigmail.com4987


રત્ન એટલે એક જાતનો અલભ્ય પત્થર પણ તેને ઓળખવા માટે પારખી નજર જોઈએ, એજ રીતે આપણી આસપાસ પણ ઘણા રત્નો જેવા સંબંધ હોય છે જેની કિંમત આપણે આકી શકતા નથી.. તે પાછળનું કારણ એકતો આપણામાં રહેલ અહમ કે એના વગર આપણું કયાં કંઈ અટકી જાય છે!!! ને બીજુ ભૂતકાળના અમુક બનાવને લીધે આપણે દરેક સંબંધને ત્રાજવે તોલવા મંડીએ છીએ.



હશે રત્નો પથરાની સાથે,
નજર જોહરીની તું મેળવી તો જો..

હશે રત્નો ભીડની સાથે,
અહમ ના ચશ્મા તું ઉતારીને તો જો..

હશે રત્નો નસીબમાં સાથે,
ભૂલી ભૂતકાળ હાથ તું લંબાવીને તો જો..


પડયા
#રત્ન

Read More

દરેક માણસમાં એક અંદર અજાણી તાકાત ભારોભાર ભરેલી હોય છે, બસ એ તાકાત ને તે જવાળા બની બધું જલાવી દેવામાં વાપરે કે જયોત બની બીજાના જીવનમાં પ્રકાશ પાથરવા તે આપણે પોતે નક્કી કરવાનું રહે છે.

એકવાર અંધારે ખુદને મળી તો જુઓ,
સ્વ પ્રકાશ થોડો તમે પાથરી તો જુઓ.

બીજાની ભૂલે આંગળી ચીંધનાર તમે,
કયારેક ખુદને તમે વખોડી તો જુઓ.

ભરી છે આગ તો જવાળા ને બદલે,
જયોત બની પ્રકાશ પાથરી તો જુઓ.


#જ્યોત

Read More

તરંગોના પ્રકારના હોય છે સરોવરમાં ઉઠતા સોહામણા તો ક્યારેક મનમાં ઉઠતા બીહામણા, માણસ જયારે વિકટ પરિસ્થિતિમાં હોય ત્યારે આ તરંગોનો ઘોડાપૂર આવે છે ને ધીરજથી કામ ના લે તો ઘણા સંબંધો તેમા વહી જાય છે....

પડે ટીપું આકાશેથી ને સરોવર તરંગે શોભી ઉઠે
પડે ટીપું આંખોથી ને સંબંધો ત્રાજવે તોલી બેસે.
#તરંગી

Read More

માં ધરતીનું પણ સમજણ આપવાનું કામ અદ્ભૂત છે કે તમે જેવું વાવો તેવું જ લણશો એકદમ સહજતાથી એ કર્મ નો પાઠ જીવનમાં શીખવી દે છે કે તમે આંબા વાવશો તો કેરી મળશે બાકી બાવળીયા નાં કાંટા..

કરે કર્મ જો સારા તો ફળ મીઠા ખાય..
વાવે જો બાવળીયો મનખો અલેખે જાય..

#ધરતીનું

Read More

યૌવન પણ જાણે સાગરની લહેરો જેવું છે, દૂરથી શાંત દેખાતુ જેમ જેમ કીનારા ની નજીક આવે તેમ તેમ તેનું તોફાની સ્વરૂપ વધુ સ્પષ્ટ થવા માંડે.. સામે કિનારો પણ એક પ્રેમીકાની માફક ઉછળતા મોજાને સમાવવા આતુરતાથી રાહ જોતો હોય છે.. લહેરોને પણ કિનારા પર આવી પોતાની સર્વસ્વ ઓળખ ન્યોછાવર કરતા એક અનેરો આનંદ મળે છે...ટૂંકમાં જયાં સુધી જીવનમાં તમને એક સાચો કીનારો ના મળે ત્યાં સુધી તમારે ભમવું પડે અને જયારે સાચો કીનારો મળી જાય ત્યારે જાતને પ્રેમથી સોપતા જરા પણ કચવાટ નથી રહેતો..કદાચ આજ પ્રેમની ભાષા છે.. 



મધદરિયે હું શોધતા તને આમથી આમ ગોથા ખાઉં, 
આતુર બની જોવે વાટ તું આજ તને સમાવી જાઉં. 

#આતુર

Read More